Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓરસંગ નદીના બ્રિજ પાસેથી કિ.રૂ.૧,૧૫,૬૫૬/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ટોયોટા ગ્લેંઝા ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા.

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ અને પ્રોહીબીશનની પ્રવૃતિ ઉપર અંકુશ આવે તે હેતું થી પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એચ.એચ.રાઉલજી ઇન્ચા. પો.ઇન્સ. નાઓને બાતમી હકીકત મળેલ કે રંગપુર તરફથી એક ફોર વ્હિલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર થઇ વડોદરા તરફ જઇ રહેલ છે. જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ડોનબસ્કો થી ઓરસંગ નદીના બ્રિજ સુધી ખાનગીરાહે વોચ નાકાબંધી કરવામાં આવેલ અને ભારતીય  બનવટનો વિદેશી દારૂ ભરેલ ટોયોટા ગ્લેંઝા ગાડી આવતા ગાડી તથા તેમા બેસેલ બન્ને ઇસમોને કુલ કિ.રૂ.૧,૧૫,૬૫૬/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કુલ કિ.રૂ.૬,૧૬,૪૩૬/- નો મુદ્દામાલ જપ્ત કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220529-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *