Gujarat

જામનગરની બેંકમાં અમરનાથનું રજીસ્ટ્રેશન ચાલુ થતાં લોકો ઉમટ્યા

જામનગર
બે વર્ષના કોરોનાકાળ બાદ અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીઓમાં પણ ઉત્સાહ જાેવા મળ્યો છે. ત્યારે આજરોજ જામનગરમાં પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ખોલવાની સાથે જ મોટી સંખ્યામાં અમરનાથ જવા માટે યાત્રીઓ બેંકે પહોંચ્યા હતા અને પોતાનું યાત્રામાં જવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અમરનાથ યાત્રા જવા માટે સૌપ્રથમ જામનગરની સિવિલ જી.જી.હોસ્પિટલમાં આરોગ્ય પ્રમાણપત્ર મેળવ્યા બાદ અવગત શ્રાઈન બોર્ડ દ્વારા પંજાબ નેશનલ બેંકમાં યાત્રા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ જ અમરનાથ યાત્રા જવા માટે રજિસ્ટ્રેશનની પરમીટ મળી શકશે. જામનગરમાં એકમાત્ર પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે, જેમાં રોજના ૪૦ લોકોનું રજીસ્ટ્રેશન થશે. જેમાં ૨૦ યાત્રી બાલતાલથી અને ૨૦ યાત્રી પહેલગામથી જ યાત્રા કરી શકશે. જ્યારે ૧૦ હજાર શ્રદ્ધાળુઓને રોજ દર્શન માટે મોકલવામાં આવશે. અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થશે. હેલિકોપ્ટર દ્વારા દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓ અલગ હશે. કોવિડ-૧૯ના કારણે બે વર્ષથી યાત્રા બંધ રહી હતી, જ્યારે આ વર્ષે અમરનાથ યાત્રા ફરી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા આગામી ૩૦ જૂનથી શરૂ થશે અને ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. નોંધનીય છે કે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુનું આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી છે, અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુનું આરોગ્ય પ્રમાણપત્ર, ચાર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ ફરજિયાત છે. તેમજ અરજીપત્રક સંપૂર્ણપણે ભરેલું હોવું જાેઈએ. વર્ષ ૨૦૧૯માં પણ આ યાત્રા ૫ ઓગસ્ટના થોડા દિવસો પહેલા સ્થગિત કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થશે. જેમાં હેલિકોપ્ટર દ્વારા આવનારા શ્રદ્ધાળુઓ અલગ અલગ હશે. આ વખતે શ્રાઈન બોર્ડ બાલતાલથી ડોમેલ સુધીની ૨.૭૫ કિમીની મુસાફરી માટે મફત બેટરી કાર સેવા આપશે. તેમજ ૨૮ માર્ચ, ૨૦૨૨ પછી જાહેર કરાયેલા સ્વાસ્થ્ય પ્રમાણપત્રોને જ ૨૦૨૨ની યાત્રામાં અધિકૃત કરવામાં આવશે. આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે અને શ્રદ્ધાળુઓ શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. મીડિયા રિપોર્ટ મુજબ, દેશભરમાં જેશ્કે બેંક, પીએનબી બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની ૧૦૦ શાખાઓની ૪૪૬ શાખાઓમાં મુસાફરી માટે નોંધણી પણ શરૂ થશે. યાત્રાળુઓને આરએફઆઈડી આપવામાં આવશે, જેથી શ્રાઈન બોર્ડ યાત્રિકોને ટ્રેક કરી શકે. આરએફઆઈડી ઓપરેટરો માટે વીમા કવરેજનો સમયગાળો વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે. આ વર્ષે યાત્રાળુઓ માટેનું વીમા કવચ ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

pnb-in-jamnagar-amarnath-registration.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *