Gujarat

જીએસપીસીનું રેગ્યુલેટર બોક્સ ટુટી જતા અફડાતફડી મચી

નડિયાદ
ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ડભાણ રોડ પરની કલેકટર કચેરીની બીલકુલ સામે આવેલી રોનક પાર્ક સોસાયટીના નાકે જીએસપીસીનું રેગ્યુલેટર ફાઉન્ડેશનનું બોક્સ આવેલું છે. શુક્રવારની રાત્રે કોઈ વાહને આ રેગ્યુલેટરના ફાઉન્ડેશનના બોકસને ટક્કર મારી તોડી પાડ્યું હતું. જેના કારણે લીકેજ થયું હતું. સ્થાનિકોને આ વાતની જાણ થતાં રાત્રે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ આ અંગે તુરંત જીએસપીસીના ઈમરજન્સી વિભાગ તથા નડિયાદ ફાયરબ્રિગેડને સંપર્ક સાંધી આ વાતની જાણ કરતાં બન્ને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે નડિયાદ ડિઝાસ્ટર મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બાદ જીએસપીસીની સર્વિસ ટીમ દ્વારા વિસ્તાર કોર્ડન કરી સમારકામ હાથ ધર્યું હતું અને ગણતરીના સમયમાં કામ પૂર્ણ પણ થઈ જતાં સ્થાનિકોએ રાહતોના શ્વાસ લીધો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *