રાણપુર તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ
વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના રાષ્ટ્રીય સંયોજક એવા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી છે તેના જોરદાર પ્રત્યાઘાત પડી રહ્યા છે.આ ધરપકડના વિરોધમાં ઠેર-ઠેર સરકાર ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપી જીગ્નેશ મેવાણી ને તાત્કાલિક છોડવામાં આવે નહીતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે રાણપુર તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ ડી.ડી.મકવાણા,નવલભાઈ મકવાણા, મનુભાઇ ચાવડા,રમેશભાઈ મઢવી સહીત સ્થાનિક આગેવાનો એ હાજર રહી આવેદનપત્ર આપ્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર