Gujarat

જીટીયુના કુલપતિના ફોટો મુકીને ગિફ્ટકાર્ડની લિંક અજાણ્યા ઈસ્મે મોકલતા ફરિયાદ

અમદાવાદ
ટેક્નોલોજીનો ઉપયોગ વધતા ટેક્નિકલ ક્રાઈમ પણ વધ્યા છે. ત્યારે જીટીયુના કુલપતિ નવીન શેઠના ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા વ્યક્તિએ જીટીયુના પ્રોફેસરોને તથા અન્ય લોકોને મેસેજ કરીને ગિફ્ટ કાર્ડની લિંક મોકલી છે. જે ખોલતા છેતરપિંડી થઈ શકે છે. આ મામલે જીટીયુના કુલપતિને જાણ થતાં તેમને તાત્કાલિક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આ અંગે જાણ કરી છે. જાેકે આ મામલે કુલપતિ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. જીટીયુના કુલપતિ નવીન શેઠના ફોટાને અજાણ્યા વ્યક્તિએ વૉટસએપમાં પ્રોફાઈલ પિક્ચર તરીકે મૂક્યું છે. ત્યાર બાદ કુલપતિ બનીને જીટીયુના કેટલાક પ્રોફેસર તથા અન્ય લોકોને મેસેજ કર્યા હતા. જેમાં સૌ પ્રથમ એમઝોન અંગે પૂછ્યું હતું અને ત્યારબાદ ગિફ્ટકાર્ડની લિંક મોકલીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રોફેસરને શંકા જતા તાત્કાલિક કુલપતિને જાણ કરી હતી. જેથી કુલપતિએ તપાસ કરતા અજાણ્યા વ્યક્તિએ તેમના ફોટાનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયતન કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ મારા ફોટાનો ખોટો ઉપયોગ કર્યો છે. પ્રોફેસરોએ મને જાણ કરી ત્યારે મને ખબર પડી. હું તમામ લોકોને અપીલ કરું છું કે મારા નામે કોઈ પણ મેસેજ કે કોલ આવે તો કોઈ જ વ્યવહાર કરવા નહી. આ મામલે હું પોલોસ ફરિયાદ પણ કરવાનો છું.

File-01-page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *