Gujarat

જૂનાગઢના ધનકુલીયામાં ખેતરમાં રાખેલા ચણાના ઢગલાં આગ

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધનફુલીયા ગામે ખેતરમાં રાખેલા ચણાના ઢગલામાં અચાનક લાગી આગ હતી. આગની જાણ થતા આસપાસના ખેડૂતો દોડી આવી આગને ઠારવા પ્રયાસ કર્યા હતા. જાે કે એટલા સમયમાં આગની ઝપેટમાં આવી ગયો હોવાથી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાના કારણે ખેડૂતે ગઈકાલે દિવસ દરમિયાન ખેતરમાં એકત્ર કરી એકઠો કરેલ રૂ.૯૦ હજારનું નુકસાન ખેડૂતને ભોગવવાનો વારો આવતા ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. આ આગ અજાણ્યા શખ્સોએ લગાવી હોવાની ખેડૂતે શંકા વ્યક્ત કરી આ મામલે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. તનતોડ મહેનત કરીને ચણાનો પાક વાવી તૈયાર કર્યો હતો. તેઓ તથા તેમનો પરિવાર અને બે મજૂર સવારથી મજૂરી કરી ખેતરમાંથી ચણાનો પાક એકત્ર કરી ઢગલા કરીને જમવા ગયા હતા. બાદમાં અચાનક ચણાના ઢગલા સળગી ગયા હતા. આવી રીતે મારી મરણમૂડી સમાન પાક બળી જવા મામલે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માંગણી કરી હતી.વંથલી તાલુકાના ધનફુલીયા ગામે એક ખેતરમાં એકત્ર કરી ઢાંકેલ ચણાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. જેના લીધે ગણતરીના સમયમાં સંપૂર્ણ ચણાનો પાક ખાખ થઈ જતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ જતા હતાશ થઈ ગયો હતો. આગ લાગવાથી ખેડૂતને અંદાજે ૯૦ હજારનું નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગ કોઈ અજાણ્યા શખ્સોએ લગાવી હોવાની આંશકા ખેડૂતે વ્યક્ત કરી છે. આ ઘટના અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *