Gujarat

જેતપુર વીરપુર નજીક પ્રેમીયુગલનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

કેશોદ પંથકની પરિણીતાને ગોંડલના યુવક સાથેના પ્રેમ સંબંધનો કરુણ અંજામ
વિરપુર અને કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કેશોદ પંથકની પરિણીત યુવતી અને ગોંડલ પંથકના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ પરિવારજનો એક થવા નહીં દે તેવા ડરથી બન્નેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.
વિરપુર અને કાગવડ વચ્ચે ગઈકાલે એક યુવક યુવતી શાંત્રાગાચી એકસપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવક-યુવતીની ઓળખ મેળવવા માટે તપાસ કરી હતી તે દરમિયાન પોેલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી કેશોદના ખમીતાણ ગામની ગીતા જગદીશ રાઠોડ (ઉ.26) અને યુવક ગોંડલના મસીતાડા ગામનો અજય ભીમા ભાસ્કર (ઉ.22) હોવાનું ખુલ્યું હતું. બન્નેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કેશોદ પંથકની ગીતા રાઠોડ પરિણીત છે જ્યારે મસીતાડાનો અજય કુવારો છે. બન્ને હાલ શાપર વેરાવળમાં રહેતાં હોય અજય અને ગીતા વચ્ચે આંખ મળી ગઈ હતી. પરંતુ ગીતા પરિણીત હોવાથી પરિવારજનો બન્નેના પ્રેમ સંબંધને સ્વિકારશે નહીં તેવા ડરથી બન્ને બે દિવસ પૂર્વે ઘરેથી નીકળી ગયા હતાં અને ટ્રેન હેઠળ ઝંપલાવી સજોડે બન્નેએ આપઘાત કરી લીધો હતો.

IMG-20221203-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *