મિનિમમ લેવાતું ભાડું અંતર મુજબ કરવા રજૂઆત કરાઇ
સાંસદ નારણભાઇએDRMને પત્ર લખ્યો
રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ વડોદરા મંડળના DRMને પત્ર લખીને મિનિમમ ભાડું 30 રૂપિયાના બદલે અંતર મુજબ 10 રૂપિયાથી 45 રૂપિયા સુધી ભાડુ રાખવા, ટ્રીપ બેને બદલે ચાર કરવા અને ટ્રેન અલીરાજપુર-માસિક જેટલો સમયનો એડવાન્સ જોબટ સુધી લંબાવવા લેખિત રજૂઆત કરી હતી. બ્રોડગેજ ટ્રેન કોરોના બાદ ચાલુ થતા વધેલા ટ્રેન ભાડાને લઈ મુસાફરોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે.
છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનગર સુધી શરૂ થયેલ ટ્રેન બાબતે જરૂરી સુધારા કરવા વડોદરા મંડળના DRMને લેખિત રજૂઆત કરી છે. જેમાં પેસેન્જરનું મિનિમમ ભાડુ રૂ.30 કરેલ છે.
જેમાં સ્ટેશનના અંતર મુજબ રૂ.10,15 અને 30 તેમજ રૂ.40થી 45 મુજબ ભાડુ રાખવુ, બે વર્ષ પહેલા દિવસના 4 ટ્રીપ આવવા જવા માટેનું ટાઈમ ટેબલ હતું તે મુજબ દૈનિક 4 ટ્રીપ ચાલુ કરવી, જે કર્મીઓ પેસેન્જર ટ્રેનમાં અપડાઉન કરે છે તેને માસિક, ત્રિમાસિક, રકમ ભરી રેલ્વે પાસ આપવા, હાલમાં વડોદરા-છોટાઉદેપુર ડીઝલ એન્જિનથી પેસેન્જર ટ્રેન ચાલે છે, તેને જોબટ સુધી પેસેન્જર ટ્રેન લંબાવવા જરૂરી છે. જેથી ગરીબ આદિવાસી મજૂરોને તેમજ વેપારીઓને આ પેસેન્જર ટ્રેનની સુવિધા મળી રહેશે. તેમજ ટ્રેનમાં પુરતા પ્રમાણમાં પેસેન્જરોની સંખ્યા મળી રહેશે જેથી રેલ્વેને આવક પણ થાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
