Gujarat

ડિજિટલ  શિક્ષણ તરફ અગ્રસર થવા સનરાઈઝ ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ lead  સાથે જોડાઈ

આજના ઝડપી અને આધુનિક યુગમાં સમગ્ર જગત જાણે ડિજિટલ થઇ રહ્યું છે. ત્યારે શિક્ષણ કેમ નહિ. છોટાઉદેપુર નગર ના વિધાર્થીઓને આધુનિક શિક્ષણ ની ભૂખ ભાંગવા સનરાઈઝ શાળા એ આજના સમયનું આધુનિક  શિક્ષણ નગરમાં જ મળી રહે તે માટે lead સાથે કરાર કરી શાળાને ડિજિટલ બનાવવા તરફ અગ્રસર થઇ રહી છે.
lead હાલ સમગ્ર ભારતમાં 3000 થી વધુ ખાનગી શાળાઓને ડિજિટલ બનાવી સ્કૂલ એજ્યુકેશન માં પરિવર્તન લાવવા પાયારૂપ ભૂમિકા ભજવી રહી છે. આજરોજ છોટાઉદેપુર નગરમાં સનરાઈઝ શાળા સાથે કરાર કરી ડિજિટલ શાળા બનવા જઈ રહી છે. દરેક ક્લાસરૂમમાં LED સ્ક્રીન સ્માર્ટ TV , શિક્ષકો માટે ટેબ્લેટ તેમજ સ્માર્ટ કલાસરૂમ બનવવા માં આવશે. જેથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી શકે. સ્ટુડન્ટ્સ એપ , ઇન્ટરનેશનલ લર્નિગ  તેમજ બાળકોની પ્રગતિ પર નજર રાખવા પ્રતિબદ્ધ પેરેન્ટ એક્શન અને સાથે જ ELGA  ઈંગ્લીસ , અનલિમિટેડ એક્સપોઝર અને કોડિંગ તેમજ એવું ઘણું બધું કે જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થઇ શકે છે. સનરાઈઝ શાળાએ lead સાથે કરાર કરી છોટાઉદેપુર નગરમાં ડિજિટલ શિક્ષણ તરફ અગ્રસર થવા તરફ પગલું માંડ્યું છે. જેથી છોટાઉદેપુર નગરના વાલીઓમાં ખુશીની લાગણી જણાઈ રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220219-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *