ગિરગઢડા
ભરત ગંગદેવ.
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામ માં ગઈ રાત્રે દીપડો ઘુસી આવ્યો હતો અને એક વાછરડા ને ફાડી ખાધો હતો ગામ લોકો માં ભય નો માહોલ છેલ્લા 2 વર્ષ થી લેખિત માં રજુઆત કરવા છતાં તંત્ર ની બેદરકારી રોજ સામે આવે છે માધુપુર ગીર માં *સ્ટ્રીટ* લાઈટ નથી વેલી સાંજ થતા સ્ટ્રીટ લાઈટ ના હોવાને કારણે અંધકાર પટનો લાભ લઇ વન્યપ્રાણી ગામ માં ઘુસી આવે છે અને નિર્દોષ ગાયો ના મારણ કરે છે જેની રજૂઆત વિજયભાઈ હિરપરા સામાજિક કાર્યકર દ્વારા છેલ્લા 2 વર્ષ થી ઉર્જામંત્રી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય જૂનાગઢ સંસદ રાજેશભાઈ ચુડાસમા.તાલાલા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ.ગીર સોમનાથ કલેકટર તાલાલા મામલતદાર તાલાલા તાલુકા વિકાસ અધિકારી *DCF* જૂનાગઢ *RFO* તાલાલા ને લેખિત માં જણાવ્યા છતાં આજ દિવસ સુધી કોઈ સોલ્યૂશન મળેલ નથી જે એક બેદરકારી જણાય આવે છે ને અવાર નવાર લાઈટ ના હોવાના કારણે વન્ય પ્રાણી ગામમાં ઘુસી આવે છે જો કોઈ માણસ પર હુમલો થશે તો સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી ની રહેશે અને વહેલી તકે સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

