Gujarat

થાનગઢ તાલુકામાં તારીખ 23 ,24, 25 જૂન ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

થાનગઢ તાલુકામાં તારીખ 23 ,24, 25 જૂન ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પ્રવેશોત્સવ દરમિયાન થાન તાલુકા ની ૫૫ થી વધારે શાળાઓમાં 1250 થી વધારે બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગને સફળ બનાવવા માટે ટીપીઓ ગઢવી સાહેબ ,શિક્ષણ કેની શાહ સાહેબ ,બી.આર.સી કૉ ઓર્ડીનેટર પ્રિયંકભાઈ કોષ્ટી તથા સી.આર.સી તુષારભાઈ,વિપુલભાઈ,જયેન્દ્રભાઈ,
દામિની બેન,અમિત ભાઈ,ઘનશ્યામભાઈ,રણજીતભાઈ એ ખૂબ જહેમત ઉઠાવી .વધુમાં આ કાર્યક્રમ ના પદાધિકારી તરીકે ટીડીઓ જ્યોતિબેન બોરીચા  નગરપાલિકા પ્રમુખ લીલાબેન ડોડીયા, તાલુકા પ્રમુખ કાનભા ભગતસાહેબ ,શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ જીલુભાઇ ધાંધલસાહેબ નાયબ મામલતદાર સાહેબ ,cdpo ધર્મિષ્ઠાબેન શ્રીમાળી ,મનસુખભાઈ,દશરથભાઇ હાજર રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. સરકારી શાળામાં વધુમાં વધુ નામાંકન થાય તે માટે શાળાના તમામ આચાર્યશ્રીઓએ અને શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત કરી.
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

IMG-20220625-WA0114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *