રાજકોટ
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર સીધો આક્ષેપ કર્યો છે. ગોવિંદ પટેલના આ પત્રથી પોલીસ કમિશનર હાલ ક્યાં છે એ કોઈને ખબર નથી. જેસીપી ખુરશીદ અહેમદે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સીપી ક્યાં છે એ મને પણ ખબર નથી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. શું ગણતરીનાં દિવસોમાં મનોજ અગ્રવાલની બદલી નિશ્ચિત તેવી પણ વાતો વહેતી થઈ છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ કમિશનર ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સા માં ૧૫ કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની એફઆઈઆર ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી ૧૫ ટકા હિસ્સોી માગી આ રકમ પીઆઈ મારફત ૭૫ લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ ૩૦ લાખની ઉઘરાણી માટે પીઆઈ ફોન કરી રહ્યા છે. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજાેગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાંઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સા માં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે ૧૫ કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની એફઆઈઆર નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી ૧૫ ટકા લેખે હિસ્સોઈ માગ્યો હતો. રાજકોટના જાેઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ પત્ર લખી પોલીસ કમિશનર પર આક્ષેપો કર્યા છે એ અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. પત્રમાં કેટલું તથ્ય છે એ અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ કરાવવામાં આવશે. હથિયારના લાઇસન્સમાં ૫-૫ લાખ લેવામાં આવી રહ્યા છે એ અંગે મને ખબર નથી. મીડિયાએ સવાલ કર્યો કે મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસ કમિશનર બન્યા ત્યારથી હથિયારનાં લાઇસન્સ વધારે આપવામાં આવ્યાં છે, ક્રાઈમ રેટ ઘટ્યો છે તો હથિયારના લાઇસન્સ આપવાની જરૂર શું? આ સવાલના જવાબમાં પણ જેસીપીએ મને ખબર નથી એવું કહ્યું હતું. ગોવિંદભાઈની મારી સાથે કોઈ વાત થઈ નથી. આ અંગેની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ થશે.


