ભાવનગર
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એફ.વાય.બી.એ. માં અભ્યાસ કરતી ક્રિષા અજીતભાઈ ગઢવીએ યુનિવર્સીટી દ્વારા આયોજિત અમૃતરંગ યુવક મહોત્સવમાં ભાગ લઈ સુગમગીત સ્પર્ધામાં ત્રીજાે ક્રમ હાંસીલ કર્યો હતો. એમકેબી યુનિ.નો ત્રિદિવસીય યુવક મહોત્સવ યોજાયો હતો, જેમાં ૪૪ કોલેજના ૭૨૫થી વધારે વિદ્યાર્થીઓએ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. યુવક મહોત્સવમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી ક્રિષા અજીતભાઈ ગઢવીએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. તેમજ ક્રિષા અજીતભાઈ ગઢવી ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત યુવક મહોત્સવમાં ભાગ લેવા જશે. ક્રિષા અજીતભાઈ ગઢવીની આ સિદ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યાં હતા.
