Gujarat

નવસારીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળ્યો

નવસારી
નવસારી જિલ્લામાં કોરોનાની પહેલી અને બીજી લહેર કરતા પણ હાલ ત્રીજી લહેરમાં રેકર્ડ સંખ્યામાં કેસો બહાર આવી રહ્યા છે, છતાં હોસ્પિટલોમાં ખૂબ ઓછી સંખ્યામાં દર્દીઓ દાખલ હોય ૯૧ ટકા બેડ ખાલી છે. હાલ જિલ્લામાં પણ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને તેમાં છેલ્લા ૭-૮ દિવસથી તો રોજ સરેરાશ અઢીસો જેટલા કેસો તો સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. માત્ર ૯ જ દિવસમાં ૨ હજાર કેસો તો નોંધાઈ ચુક્યા છે. બિન સરકારી આક તો આનાથી અનેકગણા છે. અગાઉની કોરોનાની બન્ને લહેરની સરખામણીએ હાલ વધુ કેસો રોજ બહાર આવી રહ્યા છે પણ નોંધનીય બાબત એ છે કે હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જિલ્લામાં મોટેભાગના કેસોમાં શરદી, ઉધરસ, તાવના સાધારણ લક્ષણ જ જાેવા મળે છે. અગાઉની જેમ શ્વાસમાં તકલીફ અને અન્ય ગંભીર લક્ષણો વધુ કેસોમાં જાેવા મળતા નથી, જેને લઈને બહુ થોડા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે. તેમા પણ ઓક્સિજન આપવો પડે અથવા વેન્ટિલેટરનો ઉપયોગ કરવો પડે એવા દર્દીઓની સંખ્યા તો ખૂબ જ ઓછી છે. મોટેભાગના દર્દીઓ ઘરે જ હોમ આઇસોલેશનમાં રહી સાજા થઈ રહ્યા છે.નવસારી જિલ્લામાં સોમવારે કોરોનાના નવા ૧૬૦ કેસ સામે આવ્યાં છે. તેમજ ૨૦૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૯ થઈ છે. નવસારી જિલ્લામાં એક સમયે ૩૦૦ જેટલા કોરોના કેસ નોંધાયા હતા. જેથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતિત બન્યું હતું. જાેકે, ધીરે ધીરે કોરોનાનો ગ્રાફ નીચે આવતા કોરોનાની પિક સીઝન નીચે આવી રહી હોય તેમ આંકડા પરથી માની શકાય છે, આરટી-પીસીઆરની વાત કરવામાં આવે તો તે પણ બે હજાર જેટલો પ્રતિદિન ટેસ્ટ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *