ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.એ.દેસાઈ સર્કલ પો.ઈન્સ, બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ પ્રયત્નશીલ હોય અને આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. તથા નસવાડી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ ને બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે પીસાયતા ગામના કેમજીભાઈ ઉર્ફે કેમાભાઈ સીમજીભાઈ ડું.ભીલ નાઓ ભારતીય બનાવટનો ઇંગ્લીશદરૂનો જથ્થો સેલીયાભાઇ દખનીયાભાઇ વસાવા રહે.અઠ્ઠી તા.ઘડગામ જી નંદુરબાર તથા મુકેશભાઇ નાનુભાઇ રાઠવા રહે. હાફેશ્વર તા કવાંટ જી.છોટાઉદેપુર નાઓ પાસેથી બોટ (નાવડી) મારફતે નર્મદા નદી મારફતે એમ.પી./મહારાષ્ટ્ર માથી મંગાવી તેઓ તે જથ્થો મોજે પીપલવાણી ગામની સીમમાં નર્મદા નદી નજીક આવેલ ઝાડી ઝાખરામાં પાદડા નીચે સંતાડી રાખેલ છે તેવી બાતમી હકીકત આધારે નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે સરી જગ્યાએ રેઇડ કરતાં જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૪૮,૯૬૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


