Gujarat

નાના ચિલોડા થી નરોડા જોડતા ઓવરબ્રિજના સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે

  ગિરગઢડા તા 29
  ભરત ગંગદેવ.

નાના ચિલોડા થી નરોડા જોડતા ઓવરબ્રિજના સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે કરોડના ખર્ચે કરી મહિનાઓથી નરોડા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે હાલ આ ઓવરબ્રિજ સંપૂર્ણ તૈયાર હોવા છતાં કોઈ રાજકીય નેતાઓ કે ઉદ્યોગપતિઓ કે પછી કોઈ મોટા અગ્રણીઓના હસ્તે ઉદ્ઘાટન કરવાના વાગે હજુ સુધી બ્રિજને શરૂ કરવામાં આવ્યો નથી બ્રિજ પરથી કોઈ વાહનો પસાર ન થાય માટે તંત્રએ બેરીકેડ લગાવી દીધા છે હાલ મોંઘવારીના સમયમાં પેટ્રોલના ભાવ દિવસે દિવસે વધતો જતો હોવાથી બે ટંક ભોજન ના થઈ શકે રીક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા તેમજ અન્ય નાના વગરના સામાન્ય જનતાએ મુઠીયા જીઆઇડીસી ફરીને  જવું પડતા પેટ્રોલ તેમજ સમયનો બગાડ થતાં હેરાન પરેશાન થવું પડે છે તો આ ઓવર બ્રીજનું તાત્કાલિક ધોરણે લોકાર્પણ કરવામાં આવે તો પ્રજાને રાહતનો અનુભવ થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *