Gujarat

પાટણમાં કોલેજ આવેલી યુવતી પર મંગેતરે જીવલેણ હુમલો કર્યો

પાટણ
પાટણ શહેર કયારેય ના બની હોય તેવી એક ઘટના બની છે. કોલેજમાં આવતી એક યુવતીને તેના જ મંગેતરે જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં યુવતી ગંભીર રીતે ઘવાતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ અંગે યુવતીના દાદાએ પાટણ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીનાં મંગેતર તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના એક ગામની યુવતી પાટણની બી.ડી. સાર્વજનિક કોલેજમાં બી.એસ.સી.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ યુવતી તા. ૨૨-૯-૨૨નાં રોજ પાટણ ખાતે પરીક્ષા આપવા માટે કોલેજ ખાતે ગઇ હતી. અને તેનાં દાદા પાટણનાં માર્કેટયાર્ડમાં ગયા હતા. ત્યારે તેના ગામનાં વ્યક્તિએ તેમને ફોન કરીને યુવતી પાટણની બી.ડી. હાઇસ્કુલ આગળ કોઇ માથાકુટ થતાં વાગ્યું છે તેવી જાણ કરતાં દાદા કોલેજ ગયા હતા અને પુછપરછ કરતાં તેમને જણાવા મળ્યું કે, કોઇક છોકરાઓએ બાઇકથી ટક્કર મારતાં યુવતીને ઇજાઓ થતાં કોલેજનો સ્ટાફ પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે. દાદા હોસ્પિટલ આવીને પુછતા યુવતીએ હકીકત જણાવી હતી. યુવતીએ પોતાના દાદાને જણાવ્યા પ્રમાણે તેની સગાઇ જેની સાથે કરી હતી તે મંગેતર તેની સાથેનાં બે છોકરાઓ બાઇક લઇને બી.ડી. હાઇસ્કૂલમાં આવેલા ને યુવતીની રેકી કરતા હતા. જેવી યુવતી કોલેજની બહાર નિકળી કે તરત જ ત્રણે જણાએ એકબીજાને ઇશારા કરીને યુવતી તરફ ઇશારો કરતાં મંગેતરે તેને જાનથી મારી નાંખવાનાં ઇરાદે જાેરદાર ટક્કર મારતાં યુવતી નીચે પડી જતાં તેના પર બાઇક ચઢાવવાની કોશીષ કરી હતી. આ દરમિયાન હોબાળો થતા ઉપરોક્ત શખ્સો ભાગી ગયા હતા. જ્યારે કોલેજના સ્ટાફે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. આજથી બે વર્ષ અગાઉ યુવતીની સગાઇ ચેખલાના યુવક સાથે કરેલી હતી. ત્યારબાદ મંગેતર યુવતીને ન ભણવા માટે દબાણ કરતો અને હેરાન કરતો. જેથી એક વર્ષ ભણવાનું પણ ડ્રોપ કરાવ્યું હતું. તેમ છતાં મોબાઇલ ફોનથી પણ ગાળાગાળી કરી હેરાન કરતો હતો. આજથી આશરે સાત મહીના પહેલા મંગેતર તેમનાં ઘરે છરી લઇ આવ્યો હતો અને યુવતીનેને કોલેજમાં જઇશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપેલી હતી. પણ યુવતી ભણવામાં હોંશીયાર હોય તેઓ ભણાવવા માગતા હતા. જેથી જે તે વખતે મંગેતરના પિતાએ બાંહેધરી આપી હતી. આ યુવક વધારે હેરાન કરતો હોય તેની સાથે કરેલી સગાઇ તોડી નાખવાની વાત થઇ હતી અને છેલ્લા મહીનાથી યુવતી તેની સાથે વાતચીત પણ કરતી ન હતી. તેમ છતાં આજે મંગેતર પોતાના બે સાગરિતો લઇને આવ્યો હતો અને યુવતીને જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *