Gujarat

પાટણમાં નશાની હાલતમાં ગાડી ચલાવતા ગાડી થાંભલા સાથે અથડાઈ

પાટણ
પાટણ શહેરમાં લાલ દરવાજાથી ચાચરીયા જવાના માર્ગ ઉપર આસપાસ ઓન ડ્યુટી રેલવે વિભાગ ડબ્લ્યુડીએફસીસી લખેલી ગાડી નંબર (જીજે-૦૨-ડીએ-૪૨૬૭) લઈ એક ઇસમ નશાની ધૂત હાલતમાં પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન અચાનક ગાડીના સ્ટિયરીંગ ઉપરથી તેણે કાબૂ ગુમાવતાં ગાડી રોડની સાઈડમાં આવેલા થાંભલાને ધડાકાભેર અથડાઈને ઊભી થઈ જવા પામી હતી. ત્યારે થાંભલા સાથે ટક્કર એટલી જાેરદાર હતી કે ગાડીનું ટાયર પણ નીકળી જવા પામ્યું હતું. અકસ્માતમાં યુવકને કોઈ ગંભીર ઈજા થવા પામી નહોતી. પરંતુ તે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતો હોઈ સદનસીબે અન્ય કોઈ લોકો માટે જાેખમ ઊભું ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ લોકોએ તેની સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો. તો આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરતાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ શહેરમાં નશામાં ધૂત હાલતમાં કાર ચલાવી રહેલા ઈસમે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રસ્તાના સાઈડમાં આવેલા વીજ થાંભલાને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં થાંભલાને ગાડી ટકરાતાં ટાયર નીકળી જવા પામ્યું હતું. સદનસીબે આસપાસ કોઈ વાહન કે રાહદારી ના હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નહોતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *