પાવીજેતપુર તાલુકાના બાર ગામ પાસે એક ખેતર પાસે મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ઘટના સામે આવી છે
મેડિકલ વપરાતા ઇન્જેક્શનની ખાલી બોટલ, ડીસ્ટીલવોટરની ખાલી બોટલ અને વપરાયેલી સિરીંજ જાહેરમાં નાખીને જ્યાં રહ્યા છે. પાવી જેતપુરમાં બાર ગામ પાસે સુખી ડેમના જવાના રસ્તા પાસે મેડિકલ વેસ્ટનો મોટી માત્રામાં જથ્થો મળી આવતા સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો છે. મેડિકલ માફિયા દ્વારા આવી રીતે વેસ્તને જાહેર રસ્તાની બાજુમાં નાખીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ઘટના સામે આવી છે.
આ મુદ્દે આરોગ્ય વિભાગની સંપર્ક કરતા તેઓએ પણ મેડિકલ વેસ્ટ જાહેરમાં મળી આવ્યાની વાત જાણીને તપાસ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે.
આમ પણ છોટા ઉદેપુર જીલ્લામાં મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખવાની ઘટનાઓ સમયાંતરે જોવા મળે છે પરંતુ આરોગ્ય વિભાગ આ મુદ્દે કોઈ નક્કર પગલાં ભરતું નથી જેને લઇને આવી ઘટનાઓ બનતી હોવાનું લાગી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


