Gujarat

પીપલોદ ગામે એસઓજીએ દરોડો પાડી ૨૬.૫૮ લાખનો ગાંજા ઝડપી પાડ્યો

દાહોદ
પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી. એમ.એસ.ભરાડા અને એસ.પી હિતેશ જાેયસરના માર્ગદર્શનમાં દાહોદ એસ.ઓ.જી. પી.આઇ. એચ.પી.કરેણ તથા પી.એસ.આઇ. બી.એ.પરમાર તથા સ્ટાફે પીપલોદ ગામે રેડ કરી હતી. માલગુણ ફળિયાનાં મંગાભાઇ ભુરાભાઇ પટેલના ખેતરમાં તપાસ કરી હતી.ત્યારે ખેતરમાં ગાંજાના છોડ લહેરાતા જાેવા મળ્યા હતાં. પોલીસે ખેતરમાં ઉછેરેલા ગાંજાના ૧૯૨ છોડ જપ્ત કર્યા હતાં. છોડનું વજન ૨૫૫ કિલો ૬૧૦ ગ્રામ થયું હતું. ૨૫૫૬૧૦૦ રૂપિયાની કિંમતના આ લીલા ગાંજા સાથે ખેતરમાં જ સંતાડી રાખેલો ૧,૦૨,૦૦૦ રૂપિયાનો ૧૦ કિલો ૨૦૦ ગ્રામ સુકો ગાંજાે પણ મળી આવ્યો હતો. આ સાથે એક ટાટપત્રી અને મોબાઇલ પણ જપ્ત કર્યો હતો. આમ પોલીસે ૨૬૫ કિલો ૮૦૦ ગ્રામ વજનનો કુલ ૨૬,૫૮,૧૦૦ રૂપિયાનો ગાંજાનો જથ્થો જપ્ત કરીને મંગાની અટકાયત કરી હતી. એસઓજીના પીએસઆઇ બી.એમ પરમારની ફરિયાદના આધારે પીપલોદ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ૫ માસમાં ૪.૯૨ કરોડનો લીલા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦એ સાગડાપાડામાં ૬૫૮૭૦નો ૬૫૭૮ કિલો, ૨૨ ઓક્ટોબર ૨૦૨૧એ હાંડી ગામે ૩ ખેતરમાંથી ૨.૭૪ કરોડનો ૨૭૪૫ કિલો, ૩૦ ઓક્ટોબર ૨૦૨૧એ કુણધાથી ખેતરમાંથી ૯.૪૦ લાખનો ૯૪ કિલો, ૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સાલિયા ગામે ખેતરમાંથી ૧.૧૪ કરોડનો, ૧૨ ફેબ્રુઆરીએ વરોડથી ૨.૯૨ લાખનો ૩૦ કિલો ગાંજાે જપ્ત કર્યો છે. દાહોદ જિલ્લામાં ખેતરમાં શાકભાજી અને વિવિધ પાકની આડમાં ગાંજાની ખેતી મોટા પ્રમાણમાં કરાતી હોવાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધી ખેતરમાં લહેરાતો લીલો ગાંજાે જ મળી આવ્યો હતો. ૧૨ ફેબ્રુઆરીના રોજ વરોડ ગામમાં છાપો મારતાં લીલા ગાંજા સાથે પ્રથમ વખત ૨ કિલો સુકો ગાંજાે મળ્યો હતો ત્યારે પીપલોદમાં પણ છાપા દરમિયાન ૧૦ કિલોથી વધુ સુકો ગાંજાે પકડાયો છે. જે મોટી માત્રા હોવાનું કહેવાઇ રહ્યું છે.પીપલોદ ગામે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે ખેતરમાં ઉગવેલો ૨૫.૫૬ લાખનો ૨૫૫ કિલો લીલો અને લાખ રૂપિયાથી વધુ કિંમતનો ૧૦ કિલો વજનનો ગાંજાે મળ્યો હતો. ગાંજા સહિતનો કુલ ૨૬.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એસઓજીએ ખેતર માલિકની અટકાયત કરી હતી. ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયાએ નશીલા પદાર્થોની બદી નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા સુચના આપી હતી.

Cannabis-cultivation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *