Gujarat

પ્રેમીને યુવતીએ ૧૮ લાખ ઉછીના આપ્યા પરત ન આવતા અભયમની મદદ માંગી

પાલનપુર
અમદાવાદની યુવતી ખાનગી જાેબ કરે છે જેના પગારમાંથી તેણે આ નાણાં આપ્યા હતા. બીજી તરફ યુવકના ઘરે જતા તેના માતા-પિતાએ એવું જણાવ્યું હતું કે, પોતાનો પુત્ર તેમના કહ્યામાં નથી આથી મિલકત માંથી તેને બેદખલ કરાયો છે. આ અંગે વર્તમાનપત્રોમાં પણ અગાઉ જાહેરાત આપેલી છે.અમદાવાદની યુવતીને બનાસકાંઠાના યુવકને ઉછીના રૂપિયા ૧૮ લાખ આપવા ભારે પડ્યા હતા. મિત્રતાના સંબંધમાં આપેલાં નાણાં પરત માંગતા તેણે આપવાની ના પાડી હતી. આથી મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીએ બનાસકાંઠા ૧૮૧ની મદદ લીધી હતી. અમદાવાદની યુવતીને વડગામ પંથકમાં રહેતા અને અમદાવાદ નોકરી કરતાં એક યુવક સાથે દોઢ વર્ષ અગાઉ મિત્રતા થઈ હતી. જેમાં બંને વચ્ચે પ્રેમ થતાં નાણાકીય વ્યવહાર પણ થતો હતો. આ યુવતીએ દોઢ વર્ષના સમયગાળામાં ટુકડે ટુકડે કરી ૧૮ લાખ જેટલી રકમ તેના મિત્રને આપી હતી. જાેકે આ રકમ પરત માંગતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને એ નાણાં આપવાની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ બનાસકાંઠા ૧૮૧ અભયમ ટીમની મદદ માંગી હતી. અમે મહિલા પોલીસની સાથે યુવકના ઘરે ગયા હતા. જ્યાં યુવકે એવું જણાવ્યું હતું કે, મને રૂપિયા ૧૮ લાખ નહિ પણ ત્રણથી ચાર લાખ રૂપિયા આપ્યા છે. જે હું થોડા થોડા કરી પરત આપીશ. તેણે એવું પણ જણાવ્યું હતું કે યુવતીએ અન્ય લોકોને પણ પૈસા આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *