બાવળા
શ્રાવણ નજીક આવતા ઠેર-ઠેર જુગારીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે બાવળાના બગોદરામાં દુદાણી ફળીમાં રહેતાં પ્રકાશભાઇ કનુભાઈ મકવાણા ( કોળી પટેલ ) પોતાના મકાનની ઓરડીમાં જુગારનો અડ્ડો ચલાવે છે. અને તેનાં રૂપીયા ઉધરાવે છે તેવી બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમે બગોદરા પોલીસ ને અંધારામાં રાખીને બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં ૬ જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી ૬૬,૪૦૦ રૂપીયા રોકડા, ૧,૯૦૦ રૂપીયા દાવ ઉપરથી, ૪,૩૪૦ રૂપીયા જુગારનાં ઉઘરાવેલા (નાળ)ના અને ૨૫,૫૦૦ રૂપીયાના ૬ મોબાઇલ મળી કુલ ૯૮,૧૪૦ રૂપીયાનો મુદામાલ મળી આવતાં તે જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ બાવળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમીનાં આધારે પી.એસ.આઇ.જે.યુ.કલોત્રા, એ.એસ.આઇ.વિજયસિંહ, દિલીપસિંહ, કોન્સ્ટેબલ જયદીપસિંહ, ખુમાનસિંહ, મહેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, હરદીપસિહ વગેરે સ્ટાફે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં મકાનની ઓરડીમાં ૬ જુગારીઓ ગોળ કુંડાલું વળીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતાં જેથી પોલીસે ૬ એ જુગારીઓને જુગાર રમતાં ઝડપી લઈને તેમની પાસેથી ૬૬,૪૦૦ રૂપીયા રોકડા, ૧,૯૦૦ રૂપીયા દાવ ઉપરથી, ૪,૩૪૦ રૂપીયા જુગારનાં ઉઘરાવેલા (નાળ) નાં અને ૨૫,૫૦૦ રૂપીયાનાં ૬ મોબાઇલ મળી કુલ ૯૮,૧૪૦ રૂપીયાનો મુદામાલ મળી આવતાં તે જપ્ત કરીને પકડાયેલા જુગારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

