ભાવનગર
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ ખાતે આવેલી બી.એમ.કૉમર્સના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે આ વિદ્યાર્થીઓએ સહેજ પણ ઉપકારના ભાવ વિના જવાબદારી અને સંવેદનાના ભાવ સાથે રાઇટર તરીકે સેવા આપી હતી. સમાજના વિવિધ ક્ષેત્રમાં જ્યાં જરૂર છે ત્યાં આપણી શક્તિ લગાડીને સેવાકાર્ય કરી શકાય તે મૂલ્યનું રોપણ કરવા માટે બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન નીચે કોરોના કાળમાં પણ વિવિધ સેવા કાર્યોમાં આ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે પણ પોતાની વાર્ષિક પરીક્ષા હોવા છતાં સમયનો ભોગ આપીને સુંદર કાર્ય કર્યું છે, તેમ શાળાના આચાર્ય પરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું, આ કાર્ય બદલ શ્રીકૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના આચાર્ય નીતાબેન રેયા તથા ટ્રસ્ટી લાભુભાઈ સોનાણીએ તમામ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.શહેરના ઘોઘાસર્કલ ખાતે આવેલી બી.એમ.કોમર્સ હાઇસ્કુલના ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ છેલ્લા સાત વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે.
