Gujarat

મજાકમાં સહકર્મીના ગુદામાર્ગે પાઈપથી હવા ભરતાં યુવકનુંં મોત

પલસાણા
પલસાણાની એક મિલમાં પંદર દિવસ અગાઉ એક યુવાને મજાક-મસ્તીમાં સહકર્મીના ગુદા માર્ગે હવાનો પાઇપ અડાડી દેતાં યુવાનના પેટમાં હવા ભરાઈ જતાં યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં યુવાન કામદારનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બલેશ્વર ગામે ભાડાના મકાનમાં રહેતા મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા (ઉં.વ ૨૮. મૂળ રહે.ખીરીપુર યુનુમિયા ગલી જી.હાવડા પ્ર. બંગાળ) નાઓ પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. ગત ૩૦ જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર કૃષ્ણા કાન્હાલાલ ચૌધરી (૧૯) નાઓએ મજાકમાં શાહબુદ્દીનના ગુદાના ભાગે એર મશીનનો પાઇપનો છેડો અડાડી દેતા ગુદા માર્ગે શાહબુદ્દીનના પેટમાં હવા જતાં પેટમાં દુખાવો થયો હતો. ઘટના બાદ તરત શહાબુંદીનને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી હતી, અને ત્યાર બાદ ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Death-of-a-young-man-who-was-injured-when-a-pipe-was-inserted-into-his-anus-and-filled-with-air.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *