Gujarat

માંગરોળ બંદર ખાતે આવેલા હિન્દુ સ્મશાન બિસ્માર હાલતમાં,,,   

માંગરોળ બંદર ખાતે આવેલા સ્મશાનની હાલત બેહાલ છે.
સ્મશાન ની ઉપર આવેલા ઝુલતા પતરાં ઓ ગમેં ત્યારે ડાઘુ ને માથે પડે તેવી સ્થિતિ સર્જાય છે
માંગરોળ ના હિન્દુ સમાજ નુ  સ્મશાન દરીયા કાંઠે આવેલ છે જેની હાલત ખૂબ જ ખરાબ થઇ જવા પામી છે ખારાસ અને વધુ પવનને લીધે છાપરા ના પતરાઓ મોત બની ને લટકી રહ્યા છે  અને ગમેં ત્યારે નીચે પડે તેવી હાલત મા અને ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે માંગરોળ ના આ સ્મશાનમાં અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ આ કામનો કોન્ટ્રાક્ટ નગરપાલિકા ના સભ્યો તેમજ તેના મળતિયાઓને આપવામાં આવે છે તેના ભષ્ટાચાર ના  કારણે  તેની હાલત મા કોઈ જ સુધારો દેખાતો નથી પરંતુ કામ આ કામ કોઈ યુવક મંડળ ને સોપી તેની દેખરેખમાં કરવામાં આવે તો જ શમશન નુ ધાર્યું કામકાજ થાય તોવુ લોકો કહી રહ્યા છે બાકી આવી વોઠયા કામગીરી ના કારણે ટૂંકા ગાળામાં ફરી એજ હાલત થઈ જાય છે  અને લાખો રૂપિયાનો ખર્ચો એળે જાય છે હાલમા કેટલાંક સમય પહેલા રિનોવેશન નુ કામ કરવામા આવેલ જે પણ  અધુરુ છે ત્યારે છાપરા ના પતરા ઉડવા લાગ્યા છે  મૃતદેહ ને અગ્નિ સંસ્કાર ની ખાટલીઓ પણ બિસ્માર હાલતમાં છે સામાન્ય રીતે દરેક શહેરમાં સ્મશાનમાં અગ્નિદાહ માટે લાકડાં સ્થળ પરથી જ મળી રહે તેવી વ્યવસ્થા હોય છે  પરંતું અહી તો ત્રણ કિ. મી થી લઇને આવવુ પડે છે સ્મશાન મા બળી ગયેલ મૃતદેહ ને ઠારવા પાણીની પણ પુરતી વ્યવસ્થા નથી  કેટલાક લોકો દ્રારા પાણી માટે બોર કરીને સબમરશીબલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી  ડાધુઓ માટે બેસવાની કોઈ જ વ્યવસ્થા પણ નથી આમ અનેક દુવિધા વચ્ચે લોકો સ્મશાને જાય ત્યારે આ પ્રશ્રને પોતાનો રોષ ઠાલવી સંતોષ માને છે ત્યારે  ચુંટણી ટાણે નિકળી પડતા રાજકીય આગેવાનો મતલબ નિકળી ગયા પછી ગોત્યા પણ ઝડતા નથી ત્યારે આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓ મા જવાબ માંગવાનો સમય આવી રહ્યો છે જરૂરત છે માત્ર મતદારો ની જાગૃતિ નો
તો તંત્ર દ્વારા આ બાબતે તાત્ક્લીક જરૂરી સુવિધાઓ પૂરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220328-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *