Gujarat

રસી લીધેલા અને ન લીધેલાના પણ મોત થઈ રહ્યા છે

અમદાવાદ
વેક્સિનેશન અભિયાનને શરૂ થયે ૧૨ મહિના કરતા વધારે સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં હાલ જે લોકોનાં મૃત્યુ થાય છે તેમાં નોન વેક્સિનેટેડ લોકોની સંખ્યા વધારે છે. એટલે કે, આ લોકો પહેલેથી વેક્સિન લેવામાં સદંતર બેદરકાર રહ્યાં હતા. ડૉક્ટરો કહે છે કે, તપાસ કરતા ધ્યાને આવે છે કે, હાલ જેમનાં મૃત્યુ થયાં હતાં તેમાં કેટલાક જેન્યુઈન દર્દીઓ પણ છે જેઓ વાસ્તવિક કારણથી વેક્સિન લઈ શક્યા નહોંતા. નિષ્ણાતોના મતે જે લોકો કો-મોર્બિડ છે તેમણે કોઈ પણ સંજાેગોમાં વેક્સિન લેવી જાેઈએ. સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલમાં મળી કુલ ૩૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૧૬૪ દર્દીઓ ઓક્સિજન, બાયપેપ કે વેન્ટીલેટર પર હોવાથી તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં રવિવાર કરતા સોમવારે દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે અને સોમવારે કુલ ૧૦૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી ૧૨ દર્દીઓ શંકાસ્પદ છે જ્યારે ૮૦ દર્દીઓ પોઝિટિવ અને ૧૧ દર્દીઓ નેગેટિવ છે. સિવિલમાં દાખલ કુલ દર્દીઓમાં ૨૨ દર્દીઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે, ૩૨એ પહેલો ડોઝ લીધો છે જ્યારે ૪૯ દર્દીઓ નોન વેક્સિનેટેડ છે એટલે કે વેક્સિન લીધી જ નથી. જ્યારે સોલા સિવિલમાં સોમવારે પણ કુલ ૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાંથી ૯ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે ૯ ગંભીર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. એજ રીતે એસવીપી હોસ્પિટલમાં કુલ ૧૯૧ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ઓક્સિજન અને વેન્ટિલેટર પર ૭૮ દર્દીઓ છે જ્યારે ૧૧૩ દર્દીઓ સ્ટેબલ છે.અમદાવાદમાં છેલ્લા ૪૮ કલાકમાં ૧૨ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે જેમાં વેક્સિન નથી લીધી એવા સાત લોકો છે જ્યારે બે લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો જ્યારે ત્રણ લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. મ્યુનિ.ના સત્તાવાર આંકડા મુજબ અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન ૩૫૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. જાેકે બિનસત્તાવાર આંકડો ઘણો વધારે છે. ખાસ કરીને બીજી લહેરમાં એક માત્ર વેક્સિને જ લોકોને કોરોના સામે રક્ષણ આપ્યું છે તેમ છતા હજુ સંખ્યાબંધ લોકો વેક્સિન લેતા નથી. છેલ્લા બે દિવસમાં મૃત્યુના જે આંકડાં સામે આવ્યા છે તેમાં ૪૮ વર્ષથી મોટી ઉંમરના લોકોનો સમાવેશ થયો છે. સૌથી મોટી ઉંમરના ૮૮ વર્ષીય પુરુષ છે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોંતો અને તેમનું મોત નીપજ્યું છે. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ભારતમાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં સૌ પ્રથમ ૬૦ વર્ષ કરતા મોટી ઉંમરના લોકોને વેક્સિન આપી કોરોના સામે રક્ષણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જુદાજુદા તબક્કે નાની ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશનની શરૂઆત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *