Gujarat

રાજકોટમાં ફરી એકવાર ૬.૭૭ લાખના ડ્રગ્સ સાથે ઈસ્મની ધરપકડ

રાજકોટ
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશીલા પદાર્થના વેપલાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજથી એક માસ પહેલા પણ નશાનો કાળા કારોબાર કરતા શખસને ર્જીંય્એ ઝડપી પાડ્યો હતો. જેમાં ડ્રગ્સ પેડલરે ચપ્પલમાં ડ્રગ્સનો જથ્થો છૂપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. અને મેફેડ્રોનના જથ્થા સાથે કુલ ૫,૪૯,૨૫૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા ૧૬ આરોપીની ધરપકડ કરી કુલ ૩ લાખ ૧૨ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જસદણ ટોબરાના ઘોરાની સીમમાં પૈસા તથા ઘોડી પાસા જુગાર રમાઇ રહ્યો છે માટે દરોડો પાડી સ્થળ પરથી ૧૬ આરોપીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ૧,૮૪,૭૦૦ રોકડ રકમ સહીત કુલ ૩ લાખ ૧૨ હજાર ૭૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે..રાજકોટ શહેરમાં નશાનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ફરી એક વખત રાજકોટ ર્જીંય્ પોલીસે મેફેડ્રોન ડ્રગસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરની મધ્યમાં મનહર પ્લોટ શેરી નંબર ૨માંથી યોગેશ બારભાયા નામના સોની શખ્સની ર્જીંય્ પોલીસે મેફેડ્રોન સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ ૬.૬૯ લાખના ૬૬.૯૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ સહિત ૬.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે આરોપીની પુછપરછ કરી ડ્રગનો જથ્થો કોની પાસેથી લાવી કોને વહેંચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પૂર્વે નોંધાયેલ મારામારીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીની રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ અરજણ ઉર્ફે અર્જુન ઉર્ફે મેરિયો વાઘેલા અને જીવણ ઉર્ફે જીવણો વાઘેલા જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીકથી પસાર થવાની ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *