Gujarat

રાજકોટમાં વસંતપંચમીના દિવસે બે યુવકને કાળ ભરખી ગયો

રાજકોટ
રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માતે વસંતપંચમીએ જ બે યુવકને કાળ ભરખી જતાં બંનેના પરિવારમાં દિવસ અશુભ બન્યો છે. વહેલી સવારે રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢ તરફ જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ડાંગર કાર લઈને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પુલ પરથી કાર સીધી નદીમાં ખાબકી હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અરવિંદ કારની નીચે દબાય જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ૧૦૮ની જાણ થતાં દોડી ગઈ હતી, પરંતુ અરવિંદને મૃત જાહેર કરતાં પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી જૂનાગઢથી પરિવાર રાજકોટ આવવા રવાના થઈ ગયો છે. ગત રાત્રે ૧૧ વાગ્યા આસપાસ એક અજાણ્યો યુવક રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યો હતો એ જ સમયે પૂરપાટ ઝડપે આવતા જીજે-૦૩-બીડબ્લ્યુ-૩૭૫૦ નંબરની આઇસરે તેને હડફેટે લેતાં આઇસરનાં ટાયરો હેઠળ યુવક ચગદાઈ ગયો હતો અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે તરત ઘટનાસ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસની ટીમે યુવકની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *