વિક્રમ સાખટ રાજુલા
રાજુલા તાલુકાના કથીવદર ગામે ગ્રામસભા ની આયોજન કરવામાં આવ્યું હતું 18/02/2021 ના રોજ સાંજના 5.00 કલાકે કથીવદર ગામની અંદર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મનરેગા માંથી વેગડાસાહેબ ( તા. પં.રાજુલા ) તથાતલાટી મંત્રીશ્રી રાજેશ ભાઈ વાઘેલા તથા મહેન્દ્રભાઈ પંડ્યા તથા પી.એસ.સી કેન્દ્ર વિકટર ચૌહાણભાઈ તથા કથીવદર ગામ તથા પરા વિસ્તારના સ્કૂલના આચાર્યશ્રી તથા ગ્રામસેવકશ્રી તથા આઇ.સી. ડી.એસ. ભાવિકાબેન તથા પંચાયત ની પૂરી ટીમ તથા બહોળી સંખ્યામાં ગામના વડીલો, યુવાનો,માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.*
આ તકે ગામના ઘણા બધા પ્રશ્નો જેવાકે રસ્તા,પાણી,રેશનિંગના ના પ્રશ્નો,શાળાનું રમત ગમત માટેનું મેદાન,જેવા ઘણા બધા પ્રશ્નો તથા ગામના વિકાસ માટેના ઘણા બધા પ્રશ્નો અમારા સુધી આવ્યા.આ માટે અમારી ટીમ દ્વારા લાગતા વળગતા અધિકારીને સાથે રાખી સોલ્યુશન માટેના પૂરતા પ્રયાશો કરી છું.*
અને સાથે સાથે ગામની અંદર 5 વર્ષ થી ત.ક.મંત્રી તરીકે ફરજ બજાવી મહેન્દ્રભાઈ ની બદલી થતાં તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો. કથીવદર ગ્રામપંચાયતની ટીમ દ્વારા મહેન્દ્રભાઈ પંડ્યાનું સન્માન પત્ર દ્વારા તથા ફૂલ ગુસ્તથી સન્માન કરવામાં આવ્યું.*
*ત.ક.મંત્રી તરીકે 5 વર્ષ થી વધારે સમય દરમ્યાન ખૂબ જ સારી રીતે ગામલોકોને સાથે રાખી સુનેહભરી કામગીરી કરી અમારા ગામ લોકો ના હદય મા સ્થાન મેળવેલ સાથે સાથે ગામલોકો દ્વારા પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું*