સંતો-મહંતો તેમજ હરીભક્તોની હાજરીમાં મહાપુજા,સત્સંગ સભા,શાકોત્સવ સહીતના કાર્યક્રમો યોજાયા..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર નો ૬ મો પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં મહાપુજા,અન્નકુટ,સત્સંગ સભા,સંતોના આશિર્વાદ,શાકોત્સવ સહીતના કાર્યક્રમો પાટોત્સવ પ્રસંગે યોજાયા હતા.આ ૬ માં પાટોત્સમાં લોયાધામથી શ્રીજીસ્વરૂપ સહીત સંતો,કરમડ ગુરૂકુળથી શ્રીજી સ્વરૂપ સ્વામી,લાઠીદડથી હરીસ્વરૂપ સ્વામી સહીતના સંતો,સ્વામિનારાયણ મંદીરના કોઠારી પ્રકાસભાઈ સોની તેમજ હરીભક્તો હાજર રહ્યા હતા.આ પ્રસંગે લોયાધામ ના સંતો દ્વારા રાણપુર સ્વામિનારાયણ મંદીરમાં રક્તદાન કેમ્પ કરી ૧૦૧ બોટલ રક્ત એકત્ર કરવા બદલ ચંન્દ્રેશભાઈ સોની ને સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા.તેમજ પાટોત્સવમાં આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રભાઈ મકવાણા ખાસ હાજર રહ્યા હતા.તેમજ પાટોત્સવમાં સેવા આપનાર મુકુંદભાઈ વઢવાણા,ગોવિંદસિંહ ડાભી,ડો.યોગેશભાઈ રાવળ સહીત તમામ હરીભક્તો ને સંતોના હાથે ફુરહાર પહેરાવી,સાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા.૬ માં પાટોત્સવ પ્રસંગે રાણપુર શહેર તેમજ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યા માં હરીભક્તો હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર