ભગવાન શ્રી સ્વામિનારાયણના 241 માં પ્રાગટ્ય પર્વે અને ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય પર્વે રાણપુર પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ માં પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ખૂબ ભવ્યાતિભવ્ય રીતે મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. લોયાધામ ની આસપાસના ગામડાના ભાવિક ભક્તજનોએ લોયાધામ માં આવી ભગવાન અને સંતોના દર્શનનો અને સંતો ની કથા વાર્તાનો લાભ લીધો હતો. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પ્રાગટ્ય પર્વે હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભગવાન સમક્ષ અન્નકૂટનું સુંદર આયોજન કર્યું હતું તેમાં પોતાના ઘરેથી હરિભક્તો ભગવાન માટે અનેક વાનગી બનાવીને લાવ્યાં હતા તે ભગવાન સમક્ષ ધરી ધન્યતાનો લાભ અનુભવ્યો હતો અંતે સુંદર મહાપ્રસાદનું આયોજન હતું. આ આયોજન આ ઉત્સવમાં હરિભક્તો આવી ખૂબ જ રાજી થયા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


