ગિરગઢડા
ભરત ગંગદેવ.
ડો. દીપકભાઈ શેઠ (કેન્સર વિભાગ) ડો. વાણીયા સાહેબ તથા ડો. ચાંદનીબેન (મેડિસિન વિભાગ) ડો. કિરણબેન (આંખ વિભાગ) ડો. મીરાબેન (ગાયનેક વિભાગ) ડો. ઝરણાબેન અને ડો.સંગીતાબેન (બાળરોગ વિભાગ) ડો. ધારાબેન (દાંત વિભાગ) ડો.અરુણભાઈ મિસ્ત્રી (જનરલ ઓ.પી.ડી), ડૉ. રાકેશભાઈ સિંઘ (સર્જન વિભાગ) તથા મેડિકલ અને લેબોરેટરી સ્ટાફ દ્વારા ઉત્તમ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ના માર્ગદર્શનથી સર્વ સ્ટાફ દ્વારા સારી જહેમત ઉઠાવવામાં આવી હતી.
વિના મૂલ્ય સર્વે રોગ નિદાન અને સારવાર કેમ્પની સફળતા બદલ ભરતભાઈ જોષી, ચંદ્રિકાબેન કામદાર ડો. દિપકભાઈ શેઠ, ડો. શ્રી સિંઘ સાહેબ, ડોક્ટર વાણીયા સાહેબ ડોક્ટર અરૂણભાઇ મિસ્ત્રી તથા આજુબાજુના સૌ ગ્રામજનો એ રાજીપો વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કેમ્પમાં 380 જેટલા દર્દીનારાયણ ઓની સેવાનો લાભ મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ લોક વિદ્યામંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડી તાલુકો સાવરકુંડલાના કર્મચારીઓની જહેમતથી સફળ રહ્યો હતો.

