વડોદરા
ભારત રત્ન લતા મંગેશકરને વર્ષ ૨૦૦૫ના ઓક્ટોબર મહિનામાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ડી લીટ (ડોક્ટરેટ)ની માનદ પદવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.ભારત રત્ન લતા મંગેશકરનું મુંબઇ ખાતે નિધન થયું છે. લતા મંગેશકરની વડોદરા સાથે પણ એક યાદગીરી જાેડાયેલી છે. તેમને એમ.એસ. યુનિવર્સિટીની ડી લીટની પદવીથી નવાજવામાં આવ્યા હતાં. ૮ જાન્યુઆરીએ ૯૨ વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી ૧૦ જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ ૨૯ દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડો.પ્રતાત સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જાેવા મળી રહ્યો હતો. તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. લગભગ ૫ દિવસ પહેલા તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. ઓક્સિજન દૂર કરાયો હતો પણ ૈંઝ્રેંમાં જ રખાયા હતા. જાે કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.


