Gujarat

વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી

વડોદરા
વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. તે આગામી એક્ષએક્ષઆઈઆઈ કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને એક્ષઆઈએક્ષ એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન દ્વારા ટ્રાયલ કેમ્પ માટે પસંદ થઈ છે. કોરોના મહામારી પછી આ વર્ષે રિદ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણીએ વર્ષ ૨૦૨૧માં ભારતીય ટ્રાયથલોન ફેડરેશન (આઈટીએફ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યા હતા. દરેક પડકારને પાર કરીને રિદ્ધીએ પોતાની ક્ષમતા પુરવાર કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. એક્ષએક્ષઆઈઆઈ કોમનવેલ્થ ગેમ્સ અને એક્ષઆઈએક્ષ એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કરવા માટે, તે આવનાર ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં યોજાનારી શ્રેણીબદ્ધ પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લેશે. તેણી સ્પોર્ટ્‌સ ઓથોરીટ ઓફ ગુજરાતના ડીસ્ટ્રીકટ કોચ સુશ્રી ક્રિષ્ના પંડ્યા, વિવેકસિંહ બોરાલિયા તથા ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમાર પાસે સમા સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં કોચિંગ લઈ રહી છે. વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલાએ રિદ્ધિની આ સફળતાને બિરદાવી છે તથા સ્વિમિંગ ડિસ્ટ્રિક્ટ કોચ ક્રિષ્ના પંડ્યા અને વિવેકસિંહને તેની આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *