Gujarat

વડોદરાની ઠાકોરજીની હવેલીને સ્વામિનારાયણ મંદિરને આપવા ટ્રસ્ટીઓ સંમત

વડોદરા
વૈષ્ણવ હવેલી અને સ્વામીનારાયણ મંદિરમાં મોટાભાગે તહેવારો એક જ દિવસે આવતા હોવાથી વૈષ્ણવો અને સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોને પાર્કિંગથી માંડી અન્ય અસુવિધાઓ ઊભી થતી હતી.આખરે સ્વામીનારાયણના સંતો અને વૈષ્ણવ હવેલીના ટ્રસ્ટીઓ ભેગા થઈને કોર્પોરેશનમાં જાેઈન્ટ પ્રપોઝલ મૂક્યું હતું. ઉલ્લેખનિય છે કે, શ્રી ગોવર્ધનનાથજી હવેલીના અન્ય ટ્રસ્ટીઓ હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપવા અંગે પ્રતિક્રિયા આપી ન હતી. જાેકે ટ્રસ્ટીઓના આ ર્નિણયને પગલે વડોદરા શહેરના વૈષ્ણવ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વૈષ્ણવો ખૂલીને હવેલીને અન્ય સ્થળે ન ખસેડવાની રજૂઆતો તો કરતા નથી, પરંતુ સમાજમાં અંદર-અંદર હવેલી અન્ય સ્થળે ન ખસેડવી જાેઈએ તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. જાેકે વૈષ્ણવ સમાજના દિનેશ શાહ,ચિરાગ શાહ અને પંકજ શાહ સહિતના વૈષ્ણવો ભેગા થઈને કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી અને તેમાં બિરાજમાન સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડવામાં આવે તે અંગે રજૂઆત કરવા માટે શુક્રવારના રોજ હવેલી ખાતે ભેગા થવાના છે.કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે. પરંતુ ટ્રસ્ટીઓના આ ર્નિણયથી વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે. વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય તે માટે વૈષ્ણવાચાર્યને રજૂઆત કરશે. ૪૦ થી ૫૦ વૈષ્ણવો હવેલી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતાં, પરંતુ વૈષ્ણવાચાર્ય હવેલીમાં ન હોવાથી તેઓ રજૂઆત કરી શક્યાં ન હતાં. શ્રી ગોવર્ધનનાથજી હવેલીના ટ્રસ્ટી કમલેશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી હવેલીને અડીને આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિરના સંતો દ્વારા હવેલીની જમીન લેવા માટે પ્રપોઝલ મૂકવામાં આવતી હતી.

Shri-Govardhanathji-Haveli-at-Karelibaug.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *