વડોદરા
વડોદરાના કલેકટર એબી ગોરે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ વિદ્યુત વિદ્યાલય ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. અહીં વડોદરા શહેરના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ પણ પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઋત્વિક જાેશી વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલ પોલીસની નજરકેદમાં છે. વડોદરા શહેર અને જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨મા બોર્ડની પરીક્ષામાં કુલ ૭૦૪૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં ગુજરાતી, ધો.૧૨ સાયન્સમાં ફિઝિક્સ અને ધો.૧૨ કોમર્સમાં એકાઉન્ટનું પ્રશ્નપત્ર પૂછાશે. ૨૪૧ સ્થળે શહેર-જિલ્લાના ધો.?૧૦-૧૨ના ૭૦,૪૯૪ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જિલ્લામાં ધો.૧૨ સાયન્સના ૬,૫૩૫ વિદ્યાર્થી માટે ૩૬ બિલ્ડિંગમાં ૩૩૦ બ્લોક, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૭,૫૨૫ વિદ્યાર્થી માટે ૫૯ બિલ્ડિંગમાં ૫૩૩ બ્લોક ફાળવાયા છે. ધો.૧૦ના ૪૬,૪૩૪ વિદ્યાર્થી માટે ૧૪૬ બિલ્ડિંગમાં ૧૫૮૪ બ્લોક ફાળવાયા છે. સેન્ટ્રલ જેલના કેદી માટે ૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ કચેરી કારેલીબાગ ખાતે સવારે ૮થી રાતના ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે. પરીક્ષા પૂર્ણ થતાં સુધી આ કંટ્રોલ રૂમમાં વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને ૦૨૬૫-૨૪૬૧૭૦૩ નંબર પર માર્ગદર્શન અપાશે.વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી ને ખાવ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી જેમાં તેઓ જાે કોઈ કાપલી લાગ્યા હોય તો પરીક્ષા પહેલા જ તેમાં મૂકી શકે અને ગેરરીતિથી બચી શકે.


