Gujarat

વડોદરામાં ૩ મહિલાઓએ પાણીની ટાંકી પર આપઘાતનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું

વડોદરા
વડોદરાની ગાજરાવાડી પાણીની ટાંકી ઉપરથી આવાસ મુદ્દે ત્રણ મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ તથા એમ્બ્યુલન્સ સ્થળ પણ દોડી ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સ્થળ પર આવે અને લેખિતમાં બાંહેધરી આપે ત્યારબાદ જ નીચે ઉતરવા જણાવ્યું હતું. આ રેસ્ક્યૂ દરમિયાન પાણીની ટાંકી નીચે રહેલી બે આંદોલનકારી મહિલાઓ પણ બેભાન થઈ હતી. પાણીની ટાંકી ઉપર ચડેલી મહિલાઓને નીચે ઉતારવા ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. રેસ્ક્યૂ દરમિયાન કિન્નર રેશમા અવારનવાર ભુસકો મારવાનનો પ્રયાસ કરતી હતી. કોઇ મહિલા અચાનક કૂદી પડે તેવી દહેશતના પગલે સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા દાદરની બંને તરફ નેટ લગાવી દીધી હતી. જેથી અકસ્માત સમયે બચાવનો પૂરતો પ્રયાસ થઇ શકે. ઉપરાંત એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પાણીની ટાંકી ઉપર આપઘાત માટે પહોંચેલી મહિલાઓ અવારનવાર કૂદવા માટે પ્રયાસ કરતી હોવાથી ફાયરબ્રિગેડ તથા પોલીસ માટે સ્થિતી પડકારૂપ પુરવાર થઇ હતી. ઘણી વખત મહિલાઓએ દુપટ્ટા વડે આપઘાતનો પ્રયાસ કરતી હોવાથી, પોલીસે દુપટ્ટો પણ હટાવી દીધો હતો. સતત એક કલાક સુધી ત્રણ મહિલાઓને જકડી રાખી અથાક પ્રયાસો થકી સમજણ આપી મામલો થાળે પાડયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સંયમ જાળવીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાઓને સમજાવી લેવામાં સફળ રહેતા તેઓની આ કામગીરીની પણ પ્રશંસા થઈ છે.વડોદરા મહાનગરપાલિકાએ ફાળવેલા મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી કલ્યાણનગરમાં આવાસ ફાળવવાની માંગ સાથે કિન્નર અને ૨ મહિલાઓ ગાજરાવાડી પાણીની ટાંકી ઉપર ચડી આપઘાતનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. ૪૫ ફૂટ ઉંચાઈએ ખેંચતાણના દ્રશ્યો સર્જાતાં એક તબક્કે લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થળ ઉપર લોકટોળા એકત્ર થયા હતા. મહિલાઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ૪૫ મિનિટ બાદ તેઓને સહી-સલામત નીચે ઉતારવામાં સફળતા સાંપડી હતી. હોળીના દિવસે કિન્નરોની હૈયા હોળીએ ભારે ચકચાર જગાવી મૂકી હતી.

Two-women-including-Kinner-who-did-not-have-access-to-facilities-climbed-on-the-water-tank-to-commit-suicide.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *