વલસાડ
વલસાડ શહેરમાં આવેલા બરૂડિયાવાડ ખાતે રહેતા મેહુલ સંજય માંગે તેના ઘરની નજીકમાં રહેતા સિદ્ધર્થ પાસેથી ઉછીના રૂપિયા ૫૦૦ લીધા હતા. મેહુલે ૨૫ માર્ચે સિદ્ધાર્થને રૂપિયા પરત આપવાનો વાયદો કર્યો હતો. જાેકે, ત્યા સુધીમાં મેહુલે સિદ્ધાર્થને રૂપિયા પરત ન કરતા સિદ્ધાર્થે મેહુલના ઘરે જઈને રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. મેહુલ પાસે રૂપિયા ન હોવાથી મેહુલ અને સિદ્ધાર્થ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન સિદ્ધાર્થે મેહુલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારે મેહુલે સિદ્ધાર્થને બચકા ભર્યા હતા. સિદ્ધાર્થ અને મેહુલ માત્ર ૫૦૦ રૂપિયા ન આપવાના મુદ્દે મારામારી થઈ હતી. જે જાેઈ આજુબાજુના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સિદ્ધાર્થ મેહુલ ઉપર ચપ્પુ વહે હુમલો કર્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને આજુબાજુના સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ બંને યુવકોને છોડાવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા છે. આ ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા પોલીસની ટીમે સિવિલ હોસ્પિટલ પહોંચી બંને ના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ શહેરના બરૂડિયાવાડ ખાતે રહેતા એક મિત્રએ બીજા મિત્રને રૂપિયા ૫૦૦ ઉછીના આપ્યા હતા. જે રકમ પરત માગતા બંને મિત્રો વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. જેમાં એક મિત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જ્યારે બીજા મિત્રએ તેનાથી બચવા માટે મિત્રને બચકા ભર્યા હતા. ત્યારે સ્થાનિક લોકોએ બંને ઇજાગ્રસ્ત મિત્રોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
