Gujarat

વલસાડમાં બાઈક ચાલકને ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ થયું મોત

વલસાડ
વલસાડ અબ્રામા ખાતે આવેલી ઇલેક્ટ્રોનિક શો રૂમમાં નોકરી કરી બાઈક લઈ ઘરે પરત ફરી રહેલા યુવાનને ગુંદલાવ નજીક ફલાહ હોટલ સામે ટ્રકે અડફેટે લીધો હતો. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડના અબ્રામા ખાતે ગુજરાત ઇલેક્ટ્રીક શોપમાં નોકરી કરતો ૩૦ વર્ષીય ભાવિન ધીરુભાઈ પટેલ નોકરી ઉપરથી પોતાની બાઈક લઈ પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન, વલસાડ હાઇવે ઉપર ગુંદલાવની ફલાહ હોટલ સામે એક ટ્રક નંબર જીજે ૨૧ ૬૫૦૭ ના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી ભાવિનની બાઇકને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત સર્જ્‌યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ ભાવિનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વલસાડ રુલર પોલીસને બનાવની જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે ભાવિનના મિત્રોને જાણ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *