આણંદ
બોરસદમાં રહેતા મૌલવીએ કેનેડા જવા તેની પત્નીને પિયરમાંથી રૂ.બે લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપ્યો હતો. આ બાબતે પત્નીએ વિરોધ કરતાં તેને મારમારી પહેરેલા કપડે જ કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ પાંચ સાસરિયા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. વલાસણ ખાતે રહેતી યુવતીના લગ્ન બોરસદ ખાતે રહેતાં મોહંમદહાસીમ અબ્દુલકૈયુમ મલેક (મૌલવી) સાથે થયાં હતાં. સંયુક્ત કુટુંબમાં રહેતા સાસરિયાઓએ શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પરિણીતા સાથે નાની વાતમાં ઝઘડા શરૂ કરી દીધાં હતાં. તેમાંય પતિ મોહંમદહાસીમ અબ્દુલકૈયુમ મલેકએ કેનેડા જવા માટે રૂ. બે લાખ લાવવા દબાણ કર્યું હતું. આ બાબતે પરિણીતાએ વિરોધ કરતાં તેને મારમારી ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરિણીતાની ફરિયાદ આધારે મહિલા પોલીસે પતિ મોહંમદહાસીમ અબ્દુલકૈયુમ મલેક, જેઠ મોહંમદકાસીમ અબ્દુલકૈયુમ મલેક, મેફુજામોહંમદ કાસીમ મલેક (જેઠાણી) (રહે. તમામ રબારી ચકલા, બોરસદ) અને નણંદ નસરીનબાનુ મોઇનુદીન મલેક, મામા સસરા અબ્દુલહમીદ મલેક સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


