વેરાવળ
વેરાવળના પોશ વિસ્તાર ૮૦ ફુટ રોડ ઉપર એક એપારમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી તેમાં ચાલી રહેલ જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાઓને રોકડા રૂ ૧૫ હજારથી વધુની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભાડાના ફ્લેટની કબ્જેદાર મહિલા પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવી ઘરમાં જ જુગારનો અડ્ડો ચલાવતી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ દરોડા દરમિયાનન મંજુલાબેન આગીયા પોતાના ભાડાના ફ્લેટમાં આર્થિક ફાયદા માટે જુગારનો અડ્ડો ચલાવતા હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પો.કો. વિનયસિંહ મોરી સહીતના સ્ટાફને વેરાવળ શહેરના પોશ વિસ્તાર એવા ૮૦ ફુટ રોડ ઉપર આવેલ પરમેશ્વર એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા મંજૂલાબેન સુનીલભાઇ આગીયા ભાડેથી ફ્લેટ રાખી તેમાં બહારથી અન્ય મહિલાઓને બોલાવી જુગારનો અડ્ડો ચલાવી રહેલ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફએ ફ્લેટ પર દરોડો પાડતા જુગાર રમી રહેલ ૫ાંચ મહિલા સહિત રોકડા રૂ.૧૫૨૭૦ ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૪-૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.