Gujarat

વેરાવળ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી., વેરાવળની ૫૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી  

 સોની યોગેશ ભાઈ પી સતીકુંવર
સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કોઓપરેટીવ બેન્ક લી., વેરાવળની ૫૧મી વાર્ષિક સાધારણ સભા તા.૨૬-૦૬-૨૦૨૨ ને રવીવારના વેરાવળ મુકામે બેન્કના સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેનશ્રી નવીનભાઈ એચ. શાહના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં જોઈન્ટ મેનેજિંગ ડીરેકટરશ્રી ભાવનાબેન એ. શાહ, બેન્કના ડીરેકટરશ્રીઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમીટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.બેન્કના જોઈન્ટ મેનેજિંગ ડીરેકટરશ્રી ભાવનાબેન શાહ દ્વારા આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેનશ્રી નવીનભાઈ એચ. શાહના નિવેદનમાં જણાવવામાં આવેલ કે, પ્રગતિના પંથે મકકમતાથી આગળ વધી રહેલ આપની બેન્કે સતત બદલાતા જતા આર્થિક પ્રવાહો વચ્ચે સંતુલન જાળવીને આપની બેન્કે તમામ ક્ષેત્રે નકકર પ્રગતિ કરેલ છે. બેન્કે રૂા.૬૩૯.૦૪ કરોડની ડીપોઝીટ, રૂા.૩૬૪.૫૦ કરોડના ધીરાણ થકી રૂા.૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના રીઝર્વ રૂા.૬૭ કરોડને આંબ્યા છે. તેઓએ બેન્કની પ્રગતિ અને બેન્કને આ સ્થાને સુધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમીટીના સભ્યશ્રીઓ અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ.
સભાસદો દ્વારા સાધારણ સભામાં ૨જુ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર કરી બેન્કની કામગીરી અંગે સંતોષ વ્યકત કરેલ. ડીરેકટરશ્રી જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરેલ હતો.સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન ડીરેકટર શ્રી ડો. જતિન એમ. શાહ, શ્રી પ્રદિપભાઈ પી. શાહ તથા સી.ઈ.ઓ. અને જનરલ મેનેજરશ્રી અતુલ ડી. શાહ દ્વારા કરવામાં આવેલ.હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર સતી કુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220626-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *