રીપોર્ટર.નિસાર શેખ,મહુધા
નશાબંધી મંડળ, ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા દ્વારા વિવિધ કારણોસર સમાજમાં યુવાનો થી લઇ ને મોટી ઉંમર ના લોકોમા દારુ, તમાકુ, ડ્રગ્સ, ચરસ, ગાંજા નુ વ્યસન વધી રહ્યુ છે. ત્યારે ઘણા વ્યસની દર્દીઓ દર્દિઓ અત્રે સારવાર લઇ કાયમ માટે વ્યસન કરવાનુ છોડી દીધું છે. ટિનએજસૅ મા પણ ફુડ્સ,,ફિનાઇલ, ફ્ફ સિરપ, વગેરે નુ વ્યસન તેમજ મહિલાઓમા દારુ, તમાકુ, ગુટ્કા, અને છિકણી, નુ વ્યસન વધુ જોવા મળે છે. અત્રે ઇન્ડોરમા તેમજ ઓ.પી.ડી. મા સારવાર માટે આવતા દર્દી ઓ સાથે અત્રે ના સ્ટાફ ગણ દ્વારા સહાનુભતિ વર્તન (Empathy) રાખી જરુરી કાઉસેલીંગ કરી વ્યસની દર્દી ઓ નશા થી દુર રહી પુન: પરિવાર સાથે હર્ષોલ્લાસ જીવન વ્યતીત કરે એવા ઉમદા સેવા ઓ આપી નશા મુક્ત કરવામા આવે છે. ફોલો અપ ની પણ સમજ આપવામા આવે છે. વધુ મા દિપાવલી બાદ નવા વષૅ ના મંગલ પ્રારંમ્ભે આજ રોજ થી કેન્દ્ર મા વ્યસની દર્દીઓને કપાળે કંકુ તિલક કરીને ગુલાબના ફુલ થી વેલક્મ કરી ઇનડોર દાખલ કરવામાં આવેલ કોઈપણ માતા-પિતા, સગા સબંધીઓ કે પછી પોતે તથા મિત્રો જો વ્યસનની લત સાથે સંકડાયેલ હોઇ તો નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર,મહુધા ખાતે આવેલ છે વધુ માહિતિ મો.નં.૯૯૨૫૧૨૩૧૯૦ જેનો સંપર્ક કરવો તેવું જણાવવામાં આવેલ છે. આ તમામ સારવાર મફ્ત આપવામા આવે છે.


