Gujarat

શાપર વેરાવળમાં પોલીસની મીઠી નજર તળે દેશી દારૂનું બેફામ વેચાણ

કડક પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા ફોજદાર ગોહિલની પ્રતિષ્ઠા જોખમમાં : એસ. પી . શું પગલાં લેશે ?
જેતપુર તા. ૧૭
રાજકોટ નજીકના, શાપર વેરાવળ ગામે દેશી દારૂના બેફામ વેચાણના વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસનું આબરૂનું ધોવાણ થયાનું કહેવાય છે. પોતાની જાતને કડક પોલીસ અધિકારી તરીકે ગણાવનાર શાપર પોલીસના ફોજદાર ગોહિલની પ્રતિષ્ઠા જોખમાઈ ગઈ હોવાનું જાણકારોનું કહેવું છે. ત્યારે હવે જિલ્લા પોલીસ વડા શું પગલાં ભરશે કે ભરાવશે ? તે વાતના ફેન્સલા માટે જાગૃત લોકોમાં ઇંતેજરી છે.
રાજકોટ નજીકના શાપર વેરાવળ એક ઔધ્યોગિક વિસ્તાર હોવાથી અહી મોટાભાગના પરપ્રાંતીય મજૂરો રોજીરોટી માટે મજૂરી કરી રહ્યા છે. પરપ્રાંતમાં દારૂબંધી ન હોવાથી પરપ્રાંતિયો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેરોકટોક દેશી, વિલાયતી શરાબનું સેવન કરે છે તે વાતની સાબિતી શાપર વેરાવળમાં થઈ રહી છે. નાના અમથા ગુનેગાર સએમ ધોકા પછાડનાર શાપર પોલીસ દારૂના ધંધાર્થીઓ સામે જાણે ઘૂંટણીયે પડી ગઈ હોય તેવો તાલ સર્જાયો છે. છતાં સ્થાનિક પીએસ આઈ  ગોહિલ સબ સલામતના ગાણા ગાતા હોવાનો જાગૃત લોકોનો આક્ષેપ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શાપર વેરાવળ વિસ્તારમાં ધમધમી રહેલા દેશી દારૂના હટાડા પાછળ પોલીસની મીઠી નજર હોવાના આક્ષેપો હવે જિલ્લા પોલીસ વડાએ તાકીદે તપાસવા જોઈએ. કારણ પોલીસની જાણ વગર દેશી-વિલાયતી શરબના વેચાણના નેટવર્કનું ચાલવું અસંભવ છે.  સૌથી અચરજની  વાત એ છે કે શાપર વેરાવળમાં દેશી દારૂની બદી બાબતે કહેતો હતો અને કહેતી હતી તેવી નથી, અહી ખુલ્લેઆમ વેચાતા દારૂના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દરેક વિડિયોમાં  સ્પષ્ટ જોઈ શકાય છે કે, દારૂડિયાઓ પોલીસની ચિંતા વગર દારૂ લઈને જાય છે અને રસ્તે ઊભા દારૂ ગટગટાવી રહ્યા છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા એક કડક ઓફિસર તરીકે ફરજ બજાવતા આવે છે અને કહેવાય છે કે તેઓને દારૂ અને જુગારની બદીથી શખત નફરત છે, ત્યારે શાપર વેરાવળ પોલીસના પીઆઇ અને પીએસઆઈ સામે કેવા કડક પગલાં ભરે છે તે વાતની જાણકારોને ઇંતેજરી છે.
બોક્સ: પરપ્રાંતિયોમાં દારૂનું દૂષણ વધુ
જેતપુર, તા. ૧૭
શાપર વેરાવળના જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે અહી ઔધ્યોગિક વિસ્તારને લીધે પરપ્રાંતીય મજૂરોમાં સૌથી વધુ દારૂનું દૂષણ ઘર કરી ગયું છે. પરપ્રાંતિયો સાથે હવે ગુજરાતીઓ આવા ભયંકર વ્યસનમાં ફસાઈને બરબાદ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્રે અહીથી દારૂની બદીને દૂર કરવા સતત દરોડા પાડીને ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
દારૂ બનાવનાર બધા ગુજરાતીઓ
જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે ભલે સૌથી વધુ દારૂ પરપ્રાંતિયોમાં પીવાતો હોય અને વેચાતો હોય, પણ અફસોસ અને દુખની વાત એ છે કે શાપરમાં દેશી દારૂ બનાવનાર સ્થાનિક અને ગુજરાતીઓ જ  છે. આવા શખશો યેનકેન પ્રકારે પોલીસને સાધીને બેરોકટોક દારૂનો ધંધો કરી રહ્યા છે. પોલીસને મહિને લાખો રૂપિયાના હપ્તા પહોંચાડવામાં આવતા હોવાના પ્રજાના આક્ષેપો છે. એક બાજુ રાજકોટ પોલીસ સામે કરોડના ઉઘરાણાના આક્ષેપો ખુદ ભાજપના જ ધારાસભ્યો કરી રહ્યા છે ત્યારે શાપર વેરાવલ પોલીસ પણ આવી હપ્તાખોરીમાંથી બાકાત નથી તેવું કહેવું વાજબી લાગે છે.
હરેશ ભાલીયા જેતપુર

Picsart_22-02-15_06-33-26-211__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *