રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલની શેઠ એમ આર પ્રાથમિક શાળા માં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોટ ડે અંતગર્ત વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
બાળકોના વિકાસ માટે રમતગમત ખૂબ જરૂરી છે. રમતો દ્વારા બાળકો ઘણું શીખે છે અને પેરેન્ટ્સે આ વાત સમજવી જોઈએ.
શાળા ના શિક્ષકો અને આચાર્ય ના માર્ગદર્શન હેઠળ પ્રા.વિભાગના વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.અભ્યાસ ની સાથે સાથે ખેલ પ્રવુતિઓમાં પણ વિદ્યાર્થીઓ રસ પૂર્વક ભાગ લઈને તાલુકા,જિલ્લા અને રાજ્ય લેવલે પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ને પોતાનું કેરીયર બનાવી શકે છે.
જે અંતર્ગત શાળામાં કબડ્ડી,ખો ખો, રસ્સાખેંચ, સંગીત ખુરશી, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, યોગ વગેરે સ્પર્ધા અને પ્રવૃત્તિઓનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું