દાદાને ધુળેટીના દિવસે દિવ્ય શણગાર કરાયો, પહેલીવાર સાળંગપુર ધામમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.
• મંગળા આરતી ૬:૩૦ કલાકે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા- શણગાર આરતી સવારે 7:00 કલાકે ૫.પૂ શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામી દ્વારા – સંધ્યા આરતી સાંજે 6:45 કલાકે કરવામાં આવેલ
• નાસિક ઢોલના તાલે-સંગીતના સથવારે-સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો. • દાદાને પંચરંગી વાઘા સહતિ અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરાયું,
* દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી. * 2 હજાર કિલોથી વધુ રંગનો વારાફરતી બ્લાસ્ટ કરી 25 હજાર ચોકલેટની હરિભક્તો પર વરસાદ કરી
ઉજવણી કરવામાં આવી.
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર 18 માર્ચ ૨૦૨૨ ધુળેટીની દાદાના દરબારમાં અતિભવ્ય ઉજવણી કરવામાં આવી. લોખંડની પાઇપમાં ૩કિલોથી વધુ રંગ ભરીને બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી.
અમદાવાદ, સુરત અને બોટાદ સહિતના હરિભક્તોએ 2 હજારથી વધુ કિલો મોકલાવેલાં કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરી રંગને સંતો દ્વારા હરિભક્તો પર ઉડાવી ઉજવણી કરવામાં આવી દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવ્યા હતા. ધુળેટી નિમિતે દાદાને 25 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાવામાં આવેલ એવં ગૅસના બલુન પણ ઉડાડવામાં આવ્યા હતાં.
બોટાદ જગદીશ એચ મારૂ
9998652874


