Gujarat

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી  પ્રકાશ જાવડેકરના અધ્યક્ષસ્થાને Modi@20-Dreams Meet Delivery કાર્યક્રમનું આયોજન    

 ગિરગઢડા
     ભરત ગંગદેવ.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળ ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા.૩૦-૦૭-૨૦૨૨ના રોજ શનિવારે બપોરે ૦૩:૦૦ કલાકે રાજેન્દ્ર ભુવન રોડ પર કાર્યરત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરના પતંજલી યોગભવન ખાતે Modi@20-Dreams Meet Delivery કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી ભારત સરકાર પ્રકાશ જાવડેકરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે જેમાં અત્રેની યુનિવર્સિટીના  કાર્યકારી કુલપતિ ડૉ.લલિતકુમાર પટેલ તથા ભક્ત કવિ નરસિંહ મહેતા  યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદી તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ ડો.મયંક સોની અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડો.દશરથ જાદવ સહિત તમામ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

IMG-20220729-WA0741.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *