Gujarat

સાબરમતી નદીમાં ૨ કલાકમાં ૨ યુવકોએ મોતની છલાંગ લગાવી

અમદાવાદ
અમદાવાદની સાબરમતી નદીમાં ૨ કલાકમાં જ ૨ યુવકોએ અલગ અલગ કારણથી મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક યુવકનું મોત થયું છે જે મામલે સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરમતી નદીમાં એક ૩૫ વર્ષની ઉંમરના યુવકે જમાલપુર બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી યુવકને પડતો જાેઇને સાબરમતી રીવર ફ્રન્ટમાં સ્વીપર તરીકે કામ કરનાર બરકત નામના યુવકે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા માટે કુદેલ યુવકને પકડીને બ્રિજની નીચેના ૩ નંબરના પીલ્લર પાસે લઇ ગયો હતો. જ્યાં રીવર રેસ્ક્યુ ટીમેં પહોચીને બંનેને બોટમાં રેસ્ક્યુ કર્યા હતા. આત્મહત્યા માટે ઝંપલાવનાર યુવકનો જીવ બચી ગયો છે જેને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અન્ય એક કિસ્સામાં રીવર ફ્રન્ટ પર પોતાના ફ્રેન્ડ સર્કલ અને ગર્લ ફ્રેન્ડ સાથે ૨૫ વર્ષનો પ્રકાશ નામનો શાહવાડીનો યુવક આવ્યો હતો. ગ્રુપમાં બધા બેઠા હતા. ત્યારે યુવકની ગર્લ ફ્રેન્ડ કોઈની સાથે ચેત કરી રહી હતી, જે દરમિયાન યુવકે તેની ગર્લ ફ્રેન્ડનો મોબાઈલ લઈને તોડી નાખ્યો હતો અને એનઆઈડી પાસેના વોલ્કવે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી જેને પડતો જાેઇને તેની ગર્લ ફ્રેન્ડે દુપટ્ટો બચાવવા માટે ફેક્યો હતો જાેકે યુવક ત્યાં સુધી ડૂબી ગયો હતો. ત્યાંથી પોલીસ પસાર થતા પોલીસે રીવર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. રીવર રેસ્ક્યુ ટીમે આવીને યુવકને બહાર કાઢ્યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. બંને કિસ્સામાં બંને પરિવારને બનાવ અંગે જાણ કરવામાં આવી છે. બચી જનાર યુવકના સ્ટેટમેન્ટ લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે જ્યારે મરી જનાર યુવકના મિત્રોની પૂછપરછ કરીને પરિવારને જાણ કરી છે.

Leap-to-death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *