Gujarat

સાવરકુંડલા શહેરના ઈનોવેટિવ યુવા શિક્ષક મોહિતભાઈ પરમાર. સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં ગણિત અને વિજ્ઞાન વિષયને કેમ રોચક અને સરળ બનાવવો એ માટે સતત પ્રયત્નશીલ રહે છે.. આજની યુવાપેઢી માટે આદર્શ પ્રેરણાસ્ત્રોત. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગુજરાતના પ્રખર શિક્ષણશાસ્ત્રી ગિજુભાઈ ભરાડ સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી ઘેલાણી સભાખંડમાં સાવરકુંડલા શહેરના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા માટે એક સેમિનાર યોજાયો હતો.  આ સેમિનારમાં સાવરકુંડલાના યુવા શિક્ષક મોહિતભાઈ પરમારને ગિજુભાઈની મુલાકાત લેવાની તક મળી. આમ તો સાવરકુંડલાના યુવાન  ઈનોવેટિવ ગણિત અને વિજ્ઞાનના અવનવા પ્રયોગો સાથે સમગ્ર સાવરકુંડલા શહેરમા આવા અદ્ભૂત સેમિનારો યોજી સાવરકુંડલા મોટી પ્રસિધ્ધિ મેળવતાં સાવરકુંડલા શહેરના યુવાન વયના મોહિતભાઈ પરમાર કે જે હાલ સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંકૂલ શ્રી સરસ્વતી વિદ્યાલય મહુવા રોડ ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જોવા મળે છે. તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ ખરેખર પ્રશંસનીય છે. હમેશા શૈક્ષણિક રચનાત્મક અભિગમ ધરાવતાં જોવા મળે છે. અને ઝૂકને ન દૂંગા એ સૂત્રને સાર્થક કરતાં તેઓ  સાવરકુંડલા શહેરના અનેક વિદ્યાર્થીઓના  પ્રેરણાસ્ત્રોત પણ બની ચૂક્યા છે. ખાસકરીને ગણિત જેવો અધરો વિષય કેમ રસપ્રદ અને સરલીકરણથી વિદ્યાર્થીઓને શિખવાય એ માટે ગણિત અનેક અદ્ભૂત પ્રયોગ કરી વિદ્યાર્થીઓના દિલમાં પ્રિતિપાત્ર સ્થાન પ્રાપ્ત કરનાર મોહિત પરમાર આજની આધુનિક શિક્ષણ વ્યવસ્થાને સુપેરે વિદ્યાર્થીઓના ગળે ઉતારવામાં ખાસ્સા માહિર છે. આ મોહિતભાઈ સાથે ગિજુભાઈ ભરાડ સાથે એક નાની એવી મુલાકાત પણ ચિરંજીવી બની ગયેલી જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો મોહિતભાઈના ગણિત પ્રત્યેના લગાવને જોઈને ભરાડ સ્કૂલમાં વેદિક ગણિતની ખાસ ચર્ચા માટે ગિજુભાઈએ મોહિતભાઈને આમંત્રિત કર્યા છે. અને હાલની શિક્ષણનીતિ અંગે પણ ગિજુભાઈએ માર્ગદર્શન પણ આપેલ. આશા રાખીએ કે મોહિતભાઈ પરમાર જેવાં સંનિષ્ઠ શિક્ષકનો લાભ સાવરકુંડલા શહેર અને તાલુકાની અન્ય શાળાઓનાં વિદ્યાર્થીઓને પણ તેના આ અભિનવ અભિગમથી માહિતગાર કરે.

IMG-20220626-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *