Gujarat

સુરતના વસવારી ગામે યુવકે ઝાડ પર ગળેફાંસો આત્મહત્યા કરી

ઓલપાડ
છેલ્લા ઘણા સમયથી લોકો તેમાં પણ યુવા વર્ગ આત્મહત્યા કરી રહ્યા છે જેથી આત્મહત્યાનો દર ખૂબ જ વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના યુવકે વસવારી ગામની સીમમાં વૃક્ષ સાથે દોરી બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરવાની ઘટના બની હતી. મૂળ અમરેલી જિલ્લાના અને અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મહેશભાઇ બટુકભાઇ વઘાસિયા ઉ.વ આ ૩૭ ની ઓલપાડ તાલુકાનાં વસવારી ગામની સિમમાં એક ખેતરના સેઢે લીમડાના ઝાડ સાથે ગળાના ભાગે નાયલોન દોરી બાંધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવેલ. ત્યારે ખેડૂતે સદર બાબતે ઓલપાડ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે આવેલી પોલીસે લાસને જાડ પરથી ઉતારી તેની તપાસ અર્થે અંગ જડતી કરતાં એક સ્યૂસાઇટ નોટ મળી આવેલ. આત્મહત્યા કરતાં પહેલા લખેલી સ્યૂસાઈટ નોટમાંમાં લખ્યા મુજબ “મને માફ કરજાે મારી પાસે બીજાે કોઈ રસ્તો નથી હું હવે સાવ થાકી ગયો છું. હું ગમે તેટલી મહેનત કરવા છતાં કઈ કરી શકું તેમ નથી. રોજ ઊઠીને ફોન બંધ કરી રખડવા કરતાં હું મરવાનું પસંદ કરું છું. મારી પાસે બીજાે કોઈ રસ્તો નથી. મારા પર એટલું પ્રેસર છે કે હું કોઈને જવાબ આપી શકતો નથી. મારી મોતનું કારણ હું પોતે છું. હું મરવા નથી માંગતો પણ મારી પાસે બીજાે કોઈ રસ્તો નથી.આમ લાંબા સમયથી આર્થિક ભીસ થવાને લઈને માનસિવી ફાંસો લગાવી આત્મહત્યા કરી લેવાની ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *